રાજધાની દિલ્હીમાં આજથી ચાર દિવસીય 11મું આંતરરાષ્ટ્રીય આર્ય મહાસંમેલન શરૂ
Live TV
-
વૈશ્વિક આર્યસમાજ સંમેલનનું સમાપન 28 ઓક્ટોબરે થશે.
રાજધાની દિલ્હીમાં આજથી ચાર દિવસીય 11મું આંતરરાષ્ટ્રીય આર્ય મહાસંમેલન શરૂ થયું છે. આ કાર્યક્રમનું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું હતું. ઉદઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વામી દયાનંદ સરસ્વતીની તસવીર ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, સ્વામી દયાનંદ સરસ્વતીએ શિક્ષા અને સમાજ સુધારણા પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સ્વામી દયાનંદ સરસ્વતીએ ખાસ કરીને અસ્પૃશ્યતા નિવારણ અને મહિલા સશક્તિકરણ જેવા ઉઠાવેલા અસરકારક પગલાં આજે પણ ભારતીય સમાજ માટે અને સમગ્ર વિશ્વ માટે પ્રાસંગિક છે. આ ઉદઘાટન સમારોહમાં 30થી વધુ દેશના પ્રતિનિધિઓ સહિત કેટલાંક રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રીઓ તેમજ કેટલાંક કેન્દ્રીયમંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. વૈશ્વિક આર્યસમાજ સંમેલનનું સમાપન 28 ઓક્ટોબરે થશે.
