Skip to main content
Settings Settings for Dark

PMને મળશે વધુ એક સમ્માન, સિયોલ પીસ પ્રાઈઝ માટે PMની પસંદગી

Live TV

X
  • આ 130 કરોડ ભારતીયો માટે આ ખુશી અને ગર્વનો વિષય - PM

    શિઓલ શાંતિ પુરસ્કાર સમિતિએ વર્ષ 2018નો શિઓલ શાંતિ પુરસ્કાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવાનો નિર્ણય કર્યો છે. સમિતિએ આંતરરાષ્ટ્રીય સહયોગમાં સુધારો, વૈશ્વિક આર્થિક વૃદ્ધિ, ભારતના માનવવિકાસમાં તેજી લાવવા તેમજ ભ્રષ્ટાચાર વિરોધી, સામાજીક એકીકરણ પ્રયાસો દ્વારા લોકતંત્ર વિકસીત કરવા, પ્રધાનમંત્રી મોદીના પ્રયાસોને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે. પુરસ્કાર સમિતિએ સ્વીકાર્યું છે કે, પ્રધાનમંત્રી મોદીનો ભારતીય અને વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિમાં મોટો સહયોગ રહ્યો છે. તેમણે ગરીબ અને અમીર વચ્ચે સામાજિક તથા આર્થિક અસમાનતા ધટાડવા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. પ્રધાનમંમત્રી નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ તમામ ભારતીયો વતી આ એવોર્ડને સ્વીકારે છે, તેમજ સિઓલ પસંદગી સમિતિના તેઓ આભારી છે. ભાજપા અધ્યક્ષ અમિત શાહે આ પુરસ્કાર માટે પ્રધાનમંત્રીની પસંદગી ઉપર ખુશી વ્યક્ત કરતા ટ્વીટ કરી કહ્યું છે કે, આ 130 કરોડ ભારતીયો માટે આ ખુશી અને ગર્વનો વિષય છે. કેમ કે, શિઓલ પસંદગી સમિતિએ શ્રી મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય સહયોગને ઉત્તેજન આપવા અને વૈશ્વિક આર્થિક વિકાસમાં વૃદ્ધિના પ્રયાસોની પુષ્ટી કરી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply