રાજસ્થાનના દૌસામાં ભયાનક અકસ્માત: ખાટુ શ્યામજીના દર્શન કરીને પરત ફરતા 10 શ્રદ્ધાળુઓના મોત
Live TV
-
રાજસ્થાનના દૌસામાં ભયાનક અકસ્માત: ખાટુ શ્યામજીના દર્શન કરીને પરત ફરતા 10 શ્રદ્ધાળુઓના મોત
રાજસ્થાનના દૌસા જિલ્લામાં આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે અન્ય 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના દૌસા-મનોહરપુર હાઇવે પર બાસડી ક્રોસિંગ પાસે બની હતી, જ્યાં શ્રદ્ધાળુઓને લઈ જતી એક પિક-અપ ટ્રક અન્ય વાહન સાથે અથડાઈ હતી.
મૃતકોમાં મોટાભાગના લોકો ઉત્તર પ્રદેશના એટાહ જિલ્લાના રહેવાસી હતા. તેઓ સીકર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ ખાટુ શ્યામજી મંદિરમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.
દૌસા વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 8 લોકોને તાત્કાલિક સારવાર માટે જયપુરની SMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 3 ઘાયલોને દૌસાની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
