રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં, જયપુરમાં ભાજપે મેનિફેસ્ટો જાહેર કર્યો
Live TV
-
રાજસ્થાનમાં આગામી 25 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ જયપુરમાં પાર્ટીનુ સંકલ્પ પત્ર જાહેર કર્યુ હતું. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાજસ્થાન સંકલ્પ પત્ર જાહેર કરતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો ઈતિહાસ રહ્યો છે કે પાર્ટીએ જે કહ્યું છે તે કર્યું છે,, અને જે નથી કહ્યું એ પણ કર્યું છે. તેઓએ વધુમાં કહ્યું કે,, પાર્ટીએ પ્રયાસ કર્યા છે કે,, કેન્દ્ર સરકારના સહયોગથી રાજસ્થાન તમામ શક્ય સહાય પૂરી પાડી શકે છે. અમારો મેનિફેસ્ટો ત્રણ બાબતો પર આધાર રાખે છે સબકા સાથ, સબકા વિકાસ, ગરીબો અને મહિલાઓનું સશક્તિકરણ. સાથે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર. આ ઉપરાંત, તેમણે મેનિફેસ્ટોમાં ખેડૂતોને સહાય, મહિલા સુરક્ષા તેમજ છોકરીઓને 2 લાખ રૂપિયાના બચત બોન્ડ આપવાનો ઉલ્લેખ કર્યો છે. તેમજ રાજ્યમાં એઈમ્સ અને IIT ખોલાવાની પણ વાત સંકલ્પ પત્રમાં કરી છે. જે.પી.નડ્ડાએ કોંગ્રેસ પર નિશાન સાધતા ભ્રષ્ટાચારી સરકાર ગણાવી હતી.
બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણે આજે રાજસ્થાનમાં સાર્વજનિક કાર્યક્રમો યોજ્યા હતા. સૌ પ્રથમ અમિત શાહે ઉનિયારા વિધાનસભા વિસ્તારમાં જનસભા યોજી હતી. જનસભા બાદ તેઓએ ચારભુજા નાથ મંદિરમાં દર્શન કરી પૂજા અર્ચના કરી હતી.
