Skip to main content
Settings Settings for Dark

રેલવેમાં મુસાફરી કરતા યાત્રિકોની સફરની ગતિમાં થશે વધારો, 3 વંદેભારત ટ્રેનના રૂટ લંબાવાયા

Live TV

X
  • ભારતીય રેલવેએ રેલવે યાત્રિઓની અનુકૂળતામાં વધારો કરવા માટે ત્રણ વંદેભારત ટ્રેનના રૂટ લંબાવવાનો નિર્ણય લીધો છે. જેનાથી મુસાફરોની સુવિધામાં વધારો થશે. ગુજરાત તેમજ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત આવતા જતા યાત્રિકોને આ સુવિધાનો લાભ મળશે. રેલવે વિભાગે જે ત્રણ વંદેભારત ટ્રેનના રૂટ લંબાવવાનો નિર્ણય લીધો છે તે ટ્રેનની વાત કરીએ તો ટ્રેન નંબર 22925/26 અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસને ઉધના (સુરત) સુધી લંબાવવામાં આવી છે. 

    ટ્રેન નંબર-22549/50 ગોરખપુર-લખનૌ વંદે ભારત એક્સપ્રેસને પ્રયાગરાજ સુધી લંબાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને ટ્રેન નંબર-20661/62 KSR બેંગલુરુ-ધારવાર વંદે ભારત એક્સપ્રેસને બેલગવી સુધી લંબાવાઈ છે. દિવાળી અને છઠ્ઠ પૂજા સહિતના તહેવારોમાં રેલવે વિભાગે યાત્રિકોની સુવિધા માટે મહત્વનો નિર્ણય લીધો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
apply