Skip to main content
Settings Settings for Dark

આવતીકાલે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન

Live TV

X
  • મધ્યપ્રદેશની તમામ 230 વિધાનસભા બેઠકો અને છત્તીસગઢમાં બીજા તબક્કાની 70 બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાશે. આ બંને રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર ગઇકાલે પૂરો થયો. મધ્યપ્રદેશમાં આવતીકાલે યોજાનાર મતદાન માટેની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. અહીં વિધાનસભાની 2230 બેઠકો ઉપર 252 મહિલાઓ સહિત કુલ બે હજાર 533 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 

    મધ્યપ્રદેશમાં ચૂંટણી કર્મચારીઓને આજે સંબંધિત મતદાન મથકોએ લઇ જવાશે. એમના વાહનો ઉપર જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે જેથી આ વાહનોની ગતિવિધી ઉપર ચૂંટણી પંચ નજર રાખી શકશે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિત અનેક આગેવાનોએ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વિવિધ સ્થળોએ ચૂંટણી રેલીઓ સંબોધી હતી. જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ બાલોડા બજાર અને બેમેટરામાં કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં સભાઓ યોજી હતી. દરમિયાન રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાડમેર જિલ્લાના બાયતુમાં એક જાહેર સભાને સંબોધી હતી. બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી અશોક ગેહલોતે અજમેર, કોટપુતલી અને ઉદયપુરવતીમાં જાહેર સભાઓને સંબોધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
apply