Skip to main content
Settings Settings for Dark

રાજસ્થાન અને બિહાર સહિત અનેક રાજ્યોમાં ભીષણ ગરમીનો પ્રકોપ

Live TV

X
  • ભીષણ ગરમીને કારણે બિહારના 23 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર.

    રાજસ્થાનમાં કેટલાક જિલ્લાઓમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. ચુરૂ અને ફલોદીમાં 42.2 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. જયપુર હવામાન વિભાગ અનુસાર આજે બપોરે 2 વાગ્યા પછી જોધપુર, બિકાનેર, અજમેર સંભાગ અને શેખાવટી વિસ્તારના કેટલાક સ્થળોએ પ્રતિ કલાક 30થી 40 કિમી ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ થવાની સંભાવના છે. જોધપુર અને બિકાનેર વિસ્તારમાં કેટલાક સ્થળોએ મધ્યમ અને ધૂળભરી આંધી આવી શકે છે. ભીષણ ગરમીને કારણે બિહારના 23 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. શેખપુરા જિલ્લામાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન પટના, ઔરંગાબાદ અને નવાદા સહિત છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

    ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, પૂર્વીય ભારતમાં ગામી ત્રણ દિવસો સુધી ગરમીની સ્થિતિ રહેશે. પશ્ચિમ બંગાળના ગાંગેય ક્ષેત્ર, બિહાર સિક્કિમ, ઓડિશા અને ઝારખંડમાં ભીષણ ગરમી પડી શકે છે. પશ્ચિમ ઉત્તર, મધ્ય અને પૂર્વીય ભારતના મેદાની વિસ્તારમાં તાપમાન 40થી 42 ડિગ્રી રહેવાની સંભાવના છે. પશ્ચિમી હિમાલય ક્ષેત્રોમાં આગામી ચાર દિવસો સુધી હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply