Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી હિમાચલ પ્રદેશની ચાર દિવસીય મુલાકાતે

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી હિમાચલ પ્રદેશના ચાર દિવસના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ આ તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. તે મશોબ્રામાં રાષ્ટ્રપતિ નિવાસમાં રોકાશે. રાષ્ટ્રપતિ મુર્મુ આવતીકાલે મશોબ્રામાં ટ્યૂલિપ ગાર્ડનનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિ શિમલામાં રાજભવન ખાતે હિમાચલ સરકાર દ્વારા તેમના સન્માનમાં આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં પણ હાજરી આપશે.

    19 એપ્રિલના રોજ, રાષ્ટ્રપતિ મુર્મુ નેશનલ એકેડમી ઓફ ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ, શિમલામાં ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ સેવાના તાલીમાર્થી અધિકારીઓ સાથે વાર્તાલાપ કરશે. તે હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીના 26માં કોન્વોકેશનમાં પણ હાજરી આપશે. રાષ્ટ્રપતિ મુર્મુ 20 એપ્રિલે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝની પણ મુલાકાત લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply