Skip to main content
Settings Settings for Dark

રાજસ્થાન વિધાનસભાની 199 બેઠકો પર મતદાન યથાવત, 9 વાગ્યા સુધીમાં નોંધાયું 9.77% મતદાન

Live TV

X
  • રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં આજે સવારથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે.રાજસ્થાન વિધાનસભાની કુલ 200 બેઠક છે. પરંતુ કોંગ્રેસના એક ઉમદેવારનું ચાલુ ચૂંટણીએ નિધન થતાં 199 બેઠકો પર મતદાતા પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

    મતદાનને લઈને યુવાનો અને મહિલાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો દિગ્ગજ નેતાઓ પણ મતદાન કરી રહ્યા છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વસુંધરા રાજે ઝાલાવાડમાં મતદાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે પણ પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.  

    કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે બિકાનેરમાં તો કોંગ્રેસ નેતા સચિન પાયલટે જયપુરમાં મતદાન કર્યું હતું. સવારના 9 વાગ્યા સુધીમાં 9.77 ટકા મતદાન નોંધાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી મતદાતાઓને રેકોર્ડ મતદાન કરવા માટે અપીલ કરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply