Skip to main content
Settings Settings for Dark

રાજસ્થાન વિધાનસભાની 199 બેઠકો પર મતદાન શરૂ, મુખ્યમંત્રી અશોક ગેહલોત, વસુંધરા રાજે અને રાજ્યવર્ધન રાઠોડ સહિત અનેક દિગ્ગજોના ભાવિ EVMમાં થશે કેદ

Live TV

X
  • નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે ચૂંટણી પંચે કરી છે નક્કર વ્યવસ્થા, સવાર સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજના 6 વાગ્યા સુધી ચાલશે

    રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં આજે સવારથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે.સવાર સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. તો આજે મતદાન શરૂ થાય તે પહેલા EVM મશીનને તપાસવા મોક પોલ પણ કરવામાં આવ્યું હતું. રાજસ્થાન વિધાનસભાની કુલ 200 બેઠક છે. પરંતુ કોંગ્રેસના એક ઉમદેવારનું ચાલુ ચૂંટણીએ નિધન થતાં 199 બેઠકો પર મતદાતા પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. રાજસ્થાનમાં અનુસૂચિત જાતી માટે 34 બેઠક અને અનુસૂચિત જનજાતી માટે 25 બેઠક અનામત છે. રાજસ્થાનમાં કુલ 5 કરોડ 25 લાખ મતદાતા છે.જેમાં 22.73 લાખ મતદાર એવા છે જેઓ પહેલી વખત મતદાન કરશે.મતદાનમાં કોઈ અનિશ્ચિનિય બનાવ ન બને તે માટે મતદાન કેન્દ્રો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.. આજે મુખ્યમંત્રી અશોક ગેહલોત, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, સચિન પાયલટ અને રાજ્યવર્ધનસિંહ રાઠોડ સહિતના અનેક દિગ્ગજોના ભાવી EVMમાં કેદ થશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી મતદાતાઓને રેકોર્ડ મતદાન કરવા માટે અપીલ કરી છે. સાથે જ પહેલી વખત મતદાન કરી રહેલા યુવાઓને શુભેચ્છા પાઠવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply