કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલા રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર 2023 એનાયત કરશે
Live TV
-
આસામના ગુવાહાટીમાં 26 નવેમ્બર, રવિવારના રોજ રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર-2023 સમારંભનું આયોજન કરાયું છે. જેમાં કેન્દ્રીય પશુપાલન મંત્રી રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર 2023 એનાયત કરશે. રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે આ સમારંભ યોજાશે. પશુપાલન ક્ષેત્ર સાથે સંકળાયેલા ટેક્નીશિયનો, ડેરી ક્ષેત્રની સહકારી મંડળીઓ અને પશુપાલકોને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સ્તરનો ગોપાલ રત્ન પુરસ્કાર આપવામાં આવે છે.
કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર અત્યારે આઠ ટકાથી વધુનો વિકાસ દર ધરાવે છે ત્યારે પશુપાલન ક્ષેત્ર પણ દેશના અર્થતંત્ર માટે મહત્વનું છે. પશુપાલન અને ડેરી ક્ષેત્ર ખેડૂતોની આવક ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતોની આવક વધારવામં મદદરૂપ થાય છે.
