રાજ્યસભા ચૂંટણી : સોનિયા ગાંધી રાજસ્થાનમાંથી, અશ્વિની વૈષ્ણવ ઓડિશામાંથી અને એલ. મુરુગન મધ્ય પ્રદેશમાંથી ઉમેદવાર તરીકે જાહેર
Live TV
-
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ આજે રાજસ્થાનમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. તેમણે રાજસ્થાન વિધાનસભામાં રિટર્નિંગ ઓફિસરને ઉમેદવારી પત્રો સોંપ્યા હતા. આ અવસરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ દોટસરા, વિપક્ષી નેતા ટીકારામ જુલી પણ હાજર હતા.
ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કેન્દ્રીય રેલ્વે અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ ઓડિશાના ઉમેદવાર હશે, જ્યારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ. મુરુગન મધ્યપ્રદેશથી ઉમેદવાર હશે. અન્ય ત્રણ ઉમેદવારો – ઉમેશ નાથ મહારાજ, માયા નરોલિયા અને બંશીલાલ ગુર્જર – મધ્યપ્રદેશમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આવતીકાલે નામાંકન ભરવાનો છેલ્લો દિવસ છે. આ મહિનાની 27 તારીખે મતદાન થશે.
