રાષ્ટ્રપતિ અમૃત ઉદ્યાન સમર એન્યુઅલ એડિશનના ઉદ્ઘાટન સમારોહમાં આપી હાજરી
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ આજે અમૃત ઉદ્યાન સમર એન્યુઅલ એડિશન, 2024ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. અમૃત ઉદ્યાન 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી (છેલ્લી પ્રવેશ - 05:15 વાગ્યા સુધી) લોકો માટે ખુલ્લું રહેશે.
રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જાળવણીના કારણે સોમવારે બગીચો બંધ રહેશે. આ ગાર્ડન 29મી ઓગસ્ટના રોજ નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ખેલાડીઓના પ્રવેશ માટે અને 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે શિક્ષકો માટે અનામત રાખવામાં આવ્યો છે.
પ્રવેશ માટે નોંધણી ફરજિયાત છે અને તે મફત છે. મુલાકાતીઓ રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ (https://visit.rashtrapatibhavan.gov.in/) પર ઓનલાઈન બુકિંગ કરી શકે છે. વોક-ઇન મુલાકાતીઓ ગેટ નંબર 35 ની બહાર મુકવામાં આવેલ સેલ્ફ-સર્વિસ કિઓસ્ક દ્વારા પોતાની નોંધણી કરાવી શકે છે.
નોર્થ એવેન્યુ રોડ પાસેના રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 35માંથી પ્રવેશ થશે. મુલાકાતીઓની સુવિધા માટે, કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર 35 સુધી મફત શટલ બસ સેવા પણ ઉપલબ્ધ રહેશે.
