સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને ચગાળાના જામીન આપવાનો કર્યો ઈનકાર,આવગામી સુનાવણી 23 ઓગસ્ટે
Live TV
-
દિલ્હી એક્સાઇઝ સ્કેમ કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે CBIને નોટિસ પાઠવી છે.
સુનાવણી દરમિયાન કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે કેજરીવાલની તબિયત ખરાબ છે, તેથી વચગાળાના જામીન આપવામાં આવે. કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે આગામી સુનાવણી 23 ઓગસ્ટે કરવાનો આદેશ આપ્યો છે.
દિલ્હીના સીએમ કેજરીવાલે CBI દ્વારા નોંધાયેલા કેસમાં ધરપકડને પડકારી છે અને જામીનની પણ માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે હાઈકોર્ટે કેજરીવાલની સીબીઆઈ ધરપકડને યોગ્ય ઠેરવી હતી.
CBIએ 26 જૂને કેજરીવાલની ધરપકડ કરી હતી. તે પહેલા EDએ 21 માર્ચની મોડી સાંજે પૂછપરછ કર્યા બાદ કેજરીવાલની ધરપકડ કરી હતી. 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે કેજરીવાલને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા અને તેમને 2 જૂને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કર્યું હતું. ED કેસમાં સુપ્રીમ કોર્ટે 12 જુલાઈના રોજ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા.
