Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજથી ત્રણ દિવસના આસામના પ્રવાસે

Live TV

X
  • રાજ્યમાં આયોજિત અનેક કાર્યક્રમોમાં લેશે ભાગ

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રણ દિવસીના આસામના પ્રવાસે જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ બપોરે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેશે. જ્યાં તેઓ જીપ સફારીની મજા માણશે અને દેશમાં હાથીઓના રક્ષણ વિષય પર યોજાયેલા એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરશે. બીજા દિવસે તેઓ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગજ ઉત્સવ 2023નું ઉદ્ઘાટન કરશે. ગજ પ્રોજેક્ટને 30 વર્ષ પૂર્ણ થતા આ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વશર્મા અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. આ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ ગુવાહાટી હાઈકોર્ટની પ્લેટિનમ જયંતી સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. સાથે જ કંચનજંગા પર્વત અભિયાન દળને ઝંડી બતાવી રવાના કરશે. રાષ્ટ્રપતિ શનિવારે તેજપુર જશે, જ્યાં તેઓ આ પ્રવાસ પૂર્ણ થતાં પહેલા સુખોઈ વિમાનમાં યાત્રા કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply