Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિંધ્યાગીરીના લોકાર્પણ સમારોહની ઉજવણી કરી

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પશ્ચિમ બંગાળના કોલકત્તાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્જીનીયર્સ લિમિટેડ ખાતે ભારતીય નૌકાદળના પ્રોજેક્ટ 17Aના છઠ્ઠા જહાજ વિંધ્યગિરીના લોકાર્પણ સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે, વિંધ્યાગીરીનું પ્રક્ષેપણ એ ભારતની દરિયાઈ ક્ષમતાઓને વધારવામાં આગળ વધવાની નિશાની છે. સ્વદેશી જહાજ નિર્માણ દ્વારા આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં પણ તે એક પગલું છે. પ્રોજેક્ટ 17A જેનો વિંધ્યાગીરી એક ભાગ છે તે આત્મનિર્ભરતા અને તકનીકી પ્રગતિ માટેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ પ્રોજેક્ટ અત્યાધુનિક ટેકનોલોજી વિકસાવવા માટે સ્વદેશી નવીનતા દર્શાવે છે.

    રાષ્ટ્રપતિએ કહ્યું કે, આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને અમે નજીકના ભવિષ્યમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે પ્રયત્નશીલ છીએ. તેમણે ઉમેર્યું હતું કે, વધતી અર્થવ્યવસ્થાનો અર્થ થાય છે વેપારનું ઊંચું પ્રમાણ અને આપણા વેપાર-સામાનનો મોટો હિસ્સો સમુદ્રમાંથી પસાર થાય છે. જે આપણા વિકાસ અને સુખાકારી માટે મહાસાગરોનું મહત્વ દર્શાવે છે. તથા હિંદ મહાસાગર ક્ષેત્ર અને વિશાળ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષાના ઘણા પાસાઓ છે અને નૌકાદળે સુરક્ષા જોખમોનો સામનો કરવા હંમેશા સક્રિય રહેવું પડશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply