રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 11 થી 13 માર્ચ સુધી મોરેશિયસની મુલાકાતે
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 11 થી 13 માર્ચ સુધી મોરેશિયસની મુલાકાતે છે. સુશ્રી મુર્મુ 12મી માર્ચે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
સુશ્રી મુર્મુ મોરેશિયસના રાષ્ટ્રપતિ પૃથ્વીરાજ સિંહ રૂપન અને પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથ સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે. આ મુલાકાત દરમિયાન તેઓ ઘણા મહાનુભાવો અને નેતાઓને પણ મળશે. મોરેશિયસ સાથે ભારતની વિકાસ ભાગીદારીની વધતી જતી અને બહુપક્ષીય પ્રકૃતિ દર્શાવતી ચૌદ ભારત-સહાયિત પ્રોજેક્ટ્સનું સંયુક્તપણે રાષ્ટ્રપતિ મુર્મુ અને પ્રધાનમંત્રી જુગનાથ ઉદ્ઘાટન કરશે.
તેઓ મોરિશિયસ યુનિવર્સિટીમાં યુવાનો અને સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાઓ, અને મહાત્મા ગાંધી સંસ્થામાં ભારતીય સમુદાયને સંબોધશે.
આ મુલાકાત ભારત અને મોરેશિયસ વચ્ચેના લાંબા સમયથી ચાલતા અને સ્થાયી સંબંધોને રેખાંકિત કરે છે.
