રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ આજથી આંદામાન અને નિકોબાર ટાપુઓની પાંચ દિવસીય મુલાકાતે
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ આજથી આંદામાન અને નિકોબાર ટાપુઓની પાંચ દિવસીય મુલાકાત પર છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ આજથી આંદામાન અને નિકોબાર ટાપુઓની પાંચ દિવસીય મુલાકાત પર છે. મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ શહીદ સ્તંભ પર પુષ્પાંજલિ અર્પણ કરશે અને સેલ્યુલર જેલ સંકુલ અને મ્યુઝિયમની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ સેલ્યુલર જેલમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રપતિના સન્માનમાં આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં હાજરી આપવા માટે તેઓ ડૉ. બી.આર આંબેડકર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, પોર્ટ બ્લેરની પણ મુલાકાત લેશે. આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ઈન્દિરા પોઈન્ટ, કેમ્પબેલ ખાડી અને સુભાષ ચંદ્ર બોઝ આઈલેન્ડની મુલાકાત લેશે અને લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળશે. બુધવારે, રાષ્ટ્રપતિ પોર્ટ બ્લેરના રાજ નિવાસ ખાતે આંદામાન અને નિકોબાર ટાપુઓના PVTG ના સભ્યો સાથે વાર્તાલાપ કરશે.
