Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટમાં આજે બે મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર થશે સુનાવણી

Live TV

X
  • સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણીનો દિવસ છે. સુપ્રીમ કોર્ટ આજે શરદ પવાર જૂથની અરજી પર સુનાવણી કરશે.

    સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણીનો દિવસ છે. સુપ્રીમ કોર્ટ આજે શરદ પવાર જૂથની અરજી પર સુનાવણી કરશે. જેમાં અજિત પવારના આગેવાની હેઠળના જૂથને વાસ્તવિક NCP જાહેર કરવાના આદેશને પડકારાયો છે. ચૂંટણી પંચે 6 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે, અજિત પવાર જૂથ જ સાચી NCP છે. પંચે અજિતના આગેવાની હેઠળના જૂથને પાર્ટીનું ચૂંટણી ચિન્હ ઘડિયાળ પણ આપ્યું હતું. 

    આ તરફ ચંદીગઢ મેયર ચૂંટણી મામલે પણ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટ ચંદીગઢ મેયર ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ સામેના આરોપો પર સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટ AAP-કૉંગ્રસ પક્ષ ગઠબંધનના મેયર પદના ઉમેદવાર રહેલા કુલદીપકુમારની અરજી પર સુનાવણી કરશે. કુલદીપકુમારે અધિકારી અનિલ મસીહ પર મતગણતરી દરમિયાન છેતરપિંડી અને બનાવટના આક્ષેપો કર્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply