દિલ્હી: આબકારી નીતિ કૌભાંડ કેસમાં EDએ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા
Live TV
-
આબકારી નીતિ કૌભાંડ કેસમાં EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે.
આબકારી નીતિ કૌભાંડ કેસમાં EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે. ED તરફથી આ કેજરીવાલને છઠ્ઠું સમન્સ છે. અરવિંદ કેજરીવાલ અત્યારસુધી EDના એક પણ સમન્સ પર હાજર થયા નથી. વારંવાર સમન્સ પાઠવવા છતાં કેજરીવાલ હાજર ન રહેતા EDએ તેમની સામે રાઉઝ એવેન્યૂ કોર્ટમાં ફરિયાદ પણ દાખલ કરી હતી. જેના પર 16 ફેબ્રુઆરીએ સુનાવણી થઈ હતી. જેમાં અરવિંદ કેજરીવાલ વર્ચ્યઅલી જોડાયા હતા. હવે આ મામલે રાઉઝ એવેન્યૂ કોર્ટ 16 માર્ચે આગામી સુનાવણી કરશે.
