પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓના શોષણના મામલા પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
Live TV
-
પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓના શોષણના મામલા પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓના શોષણના મામલા પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. વકીલ અલગ શ્રીનિવાસ્તવે PIL દાખલ કરીને માંગ કરી છે કે, તપાસ અને ટ્રાયલ રાજ્યની બહાર ટ્રાન્સફર થવી જોઈએ. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ CBI કે SIT તપાસ કરે. મણિપુરની જેમ ત્રણ જજોની કમિટી તપાસ કરે. પીડિતાઓને વળતર અને બેદરકારી દાખવનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.
આ તરફ કોલકત્તા હાઈકોર્ટ પણ સંદેશખાલી મામલા પર આજે સુનાવણી થશે. આ દરમિયાન સંદેશખાલી હિંસા પ્રકરણમાં મહિલાઓનો TMC નેતાની સામે વિરોધ પ્રદર્શન યથાવત્ છે. મહિલાઓએ TMC નેતા પર જાતીય સતામણી અને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. મહિલાઓએ એક બેનર ઉંચકી રાખ્યું હતું. જેમાં એક કાર્ટૂનના માધ્યમથી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.
