Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફિલીપીન્સ વેપાર સંમેલન અને ચોથા આસિયાન ભારત વેપાર સંમેલનને કર્યું સંબોધન

Live TV

X
  • આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ક્યુઝોન શહેરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરશે

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફિલિપીન્સના મનિલામાં ભારત ફિલીપીન્સ વેપાર સંમેલન તથા ચોથા આસિયાન ભારત વેપાર સંમેલનને સંબોધન કર્યું હતું. આસિયાન સંમેલનમાં ફિલીપીન્સ ભારતનું મજબુત સહોયગી હોવાનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું. આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ક્યુઝોન શહેરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરશે..

    મહત્વનુ છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાની ફિલીપાઈન્સ યાત્રા દરમિયાન મનીલા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભારતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા બાળકોના વાલીઓ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે, ભારત આ કાર્યમાં ફિલીપાઈન્સને આગળ પણ સહયોગ કરવા માંગે છે. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટર પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ફિલીપાઈન્સ અને ભારતના મજબૂત સંબંધથી લોકોની જરૂરિયાતો અને જીવનદાયી પરિયોજનાઓ પરિપૂર્ણ થઈ રહી છે. આ સાથે તેમણે કહ્યું કે, ભારતીય ચિકીત્સા સંસ્થાન ફિલીપાઈન્સમાં પોતાની સમકક્ષ સંસ્થાઓ સાથે ટ્રાન્સપ્લાન્ટની રકમને ઓછી કરવાના દિશામાં પગલાં લઈ રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply