પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિલ્મ અને કલા જગતની અનેક પ્રમુખ હસ્તીઓ સાથે કરી મુલાકાત
Live TV
-
મહાત્મા ગાંધીની 150મી જયંતિ વર્ષ પર ગાંધીજીના આદર્શોને લોકપ્રિય બનાવવા માટે ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગના પ્રયાસની કરી સરાહના
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોલિવૂડ ફિલ્મ જગતની અનેક હસ્તીઓને મળ્યા હતા. ગાંધીજીના આદર્શોને લોકપ્રિય બનાવવા માટે ફિલ્મ તથા ટેલિવિઝન દ્વારા કરવામાં આવેલા અનેક પ્રયાસોની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરાહના પણ કરી હતી. રચનાત્મકતાની શક્તિને અસીમ જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં મનોરંજન ક્ષેત્રનું અનેરૂ મહત્વ છે. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધી હંમેશા સાદગીના પર્યાય રહ્યા હતા, પરંતુ તેમના વિચારોએ તમામના હૃદયમાં અનેરૂ સ્થાન બનાવ્યું છે. ચીનમાં લોકપ્રિય થયેલી દંગલ ફિલ્મની પણ તેમણે વાત કરી હતી. સાથે જ તેમણે દક્ષિણ પૂર્વીય એશિયાઈ દેશોમાં રામાયણ ની પ્રસિધ્ધિ અંગે ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે ફિલ્મ જગતના કિંગ ખાન શાહરૂખ ખાન, આમિર ખાન, કંગના રનોત, બોની કપૂર, અનુરાગ બાસુ તથા એકતા કપૂર સહિતના અનેક સ્ટાર્સ ઉપસ્થિત રહ્યા હતા
