Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય તબીબી પંચે સહુને પરવડી શકે તેવા તબીબી શિક્ષણ હેતુથી MBBS પ્રવેશ નિયમોમાં કર્યો ફેરફાર

Live TV

X
  • રાષ્ટ્રીય તબીબી પંચે (NMC) સહુને પરવડી શકે તેવા તબીબી શિક્ષણ હેતુથી MBBS પ્રવેશ નિયમોમાં ફેરફાર કર્યો છે. NMC દ્વારા જાહેર કરાયેલા નિયમો વર્ષ 1999માં તે વખતની ભારતીય તબીબી પરિષદ (MCI) દ્વારા તબીબી કોલેજ માટે જાહેર કરાયેલા લઘુત્તમ નિયમોનું સ્થાન લેશે. NMCના નવા નિયમો નવી સ્થપાનારી તબીબી કોલેજો તથા વર્તમાન કોલેજોને લાગુ થશે. નવા નિયમોમાં મેડિકલ કોલેજોમાં ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ તથા નિયમોમાં જરૂરી ફેરફારની જોગવાઈ છે. નવા નિયમોમાં મેડિકલ કોલેજની સ્થાપના માટે જમીનની જરૂરિયાત તથા સંલગ્ન હોસ્પિટલ અંગેની શરત રદ કરાઈ છે. નવા નિયમોમાં તબીબી વિદ્યાર્થીઓ માટે અદ્યતન કૌશલ્ય વિકાસ લેબની જોગવાઈ કરવામાં આવી છે. એવી જ રીતે હવેથી મેડિકલ કોલેજ શરૂ કરતી વખતે 300 બેડની સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ હોવી જરૂરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply