રેલવેની મુસાફરોને દિવાળીની ભેટ, 15 પ્રીમિયમ ટ્રેનોમાં ફ્લેક્સિફેરને નાબૂદ કરવાનો નિર્ણય
Live TV
-
રેલમંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે, ફ્લેક્સી ફેર નાબૂદ થવાથી મુસાફરો અને રેલવે એમ બંનેને લાભ થશે
દિવાળી અને છઠ્ઠ પહેલાં રેલવે એ પ્રવાસીઓને મોટીભેટ આપી છે. રેલવે એ 15 પ્રીમિયમ ટ્રેનોમાં ફ્લેક્સિફેરને નાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે. આ અગાઉ રેલવે ફેબ્રઆરી, માર્ચ અને ઓગસ્ટ મહિના દરમિયાન 32 રેલગાડીઓના ફ્લેક્સી ફેરને નાબૂદ કર્યા હતા. આ યોજના કંટ્રોલર અને ઓડિટર જનરલની રીપોર્ટ અને મુસાફરોના પ્રતિનિધિઓના રીપોર્ટની સમીક્ષા બાદ લાગુ કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2016માં રેલવે એ રાજધાની, દુરંતો અને શતાબ્દી એક્સપ્રેસ જેવી પ્રમુખ ટ્રેનોમાં ફ્લેક્સી ફેરની શરૂઆત કરી હતી. રેલમંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે, ફ્લેક્સી ફેર નાબૂદ થવાથી મુસાફરો અને રેલવે એમ બંનેને લાભ થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુસાફરો સસ્તા દરે ટીકિટ ખરીદી શકશે અને રેલવેની માંગ અને તેની આવકમાં વધારો થશે. બાકી 101 રેલગાડીમાં આ યોજના લાગુ રહેશે.
