લદ્દાખમાં યુવાઓનો Y20 સંમેલનનો આજે બીજો દિવસ
Live TV
-
ભારતમાં G20ની અધ્યક્ષતા માટે સરકાર દ્વારા વિવિધ બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે લેહમાં Y20 પ્રી-સમિટ બેઠકનો આજે બીજો દિવસ છે. જેમાં 100થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ બેઠક અન્ય હિતધારકો સાથે સહયોગ અને નેટવર્કીંગ માટે તકો પૂરી પાડશે. તેનાથી યુવાનોના વિકાસમાં મદદ મળશે. આ મીટિંગ પાંચ-Y થીમ પર કેન્દ્રિત છે. જેમાં ભવિષ્ય, લોકશાહી અને શાસન સહિત યુવા, નવીનતા તેમજ 21મી સદીના કૌશલ્યો જેવા વિષયો સામેલ છે. આ સમિટ ખુલ્લી ચર્ચા, પ્રસ્તુતિ અને પરસ્પર સંવાદ માટે પ્લેટફોર્મ પૂરું પાડશે. જે યુવા પડકારો અને વિકાસ માટેના રોડમેપ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
