લદ્દાખમાં સેનાનું વાહન ખાડીમાં પડતા 9 જવાન થયા શહીદ, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિએ ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો
Live TV
-
લદ્દાખમાં દુ:ખદ ઘટનામાં 9 જવાનો શહીદ થયા છે. ઘટનાને લઈ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે.
લદ્દાખમાં ગત સાંજે એક દુ:ખદ ઘટનામાં સેનાનું એક વાહન ખાડીમાં પડતાં 9 જવાનો શહીદ થયા હતા. આ અકસ્માતમાં એક જુનિયર કમિશનર અધિકારી પણ સામેલ હતા. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે જવાનો લેહ નજીક Karu Garrison થી Kiari જઈ રહ્યા હતા. બીજી તરફ ઘાયલ જવાનોની સારવાર ચાલુ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લેહમાં જે જવાનો શહીદ થયા તેના પર શોક વ્યક્ત કર્યો છે.
રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મુએ ટ્વિટ કરતાં કહ્યું,, કે લેહમાં માર્ગ અકસ્માતમાં ભારતીય સૈન્યના જવાનોના જીવ ગુમાવ્યા તે જાણીને ખૂબ દુઃખ થયું. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના પાઠવું છું. ભગવાન તેમને આ દુર્ઘટના સહન કરવાની શક્તિ આપે. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું. આ સૈનિકોના નિઃસ્વાર્થ બલિદાન માટે રાષ્ટ્ર તેમની કૃતજ્ઞતાનું મોટું ઋણી છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે લેહની દુર્ઘટનાથી દુઃખી છું જેમાં અમે ભારતીય સેનાના જવાનો ગુમાવ્યા છે. રાષ્ટ્ર માટે તેમની સમૃદ્ધ સેવા હંમેશા યાદ રાખવામાં આવશે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગૃહ મંત્રી અમિત શાહે પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની, કામના કરી છે.
