લાખો વિદ્યાર્થીઓના પ્રેરણાસ્રોત એવા 'મિસાઈલ મેન' ડૉ. કલામની આજે જન્મજયંતિ
Live TV
-
મિસાઈલ મેન તરીકે ઓળખાતા સ્વર્ગસ્થ ડૉ. અબ્દુલ કલામની આજે જન્મ જયંતી છે. તમિલનાડુ રાજ્યના રામેશ્વરમમાં એક ગરીબ પરિવારના ઘરે જન્મેલા અબ્દુલ કલામનું ભારતના અવકાશ ક્ષેત્રે મહત્વનું યોગદાન રહ્યું છે.
તેઓ DRDO તથા ISRO જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા તથા તેઓ દેશના રાષ્ટ્રપતિ તરીકે પણ રહી ચુક્યા હતા. તેમની જન્મજયંતી પ્રસંગે ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ અંગ્રેજી, હિન્દી તથા તેલુગુ ભાષામાં ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
તેમણે અબ્દુલ કલામના કેટલાક વાક્યો ટાંકતા કહ્યું છે કે, "તે સામાન્ય લોકોના રાષ્ટ્રપતિ હતા અને જ્ઞાન તથા સાદાઈની મિસાલ હતા. તેમણે ભારતને રક્ષા તેમજ અવકાશ ક્ષેત્રે મજબુત બનાવવા મહત્વનું યોગદાન આપ્યું હતું. તે દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છે."
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાજલિ આપી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, "એક વૈજ્ઞાનિક તથા રાષ્ટ્રપતિ તરીકે ભારત ક્યારેય તેમના અમુલ્ય પ્રદાનને ભૂલી નહિ શકે. એમનું જીવન લાખો લોકોને પ્રેરણા પૂરી પાડે છે. ટ્વિટની સાથે પ્રધાનમંત્રીએ 2 મિનીટ અને 11 સેકન્ડનો એક વીડિયો પણ મુક્યો છે.
અબ્દુલ કલામે ભારતના કેટલાય મહત્વના પરીક્ષણોમાં ચાવી રૂપ ભૂમિકા ભજવી હતી. વર્ષ 2015માં મેઘાલયના શિલોંગ ખાતે વ્યાખ્યાન દરમિયાન હદય રોગના હુમલાથી તેમનું મૃત્યુ થયું હતું.
