Skip to main content
Settings Settings for Dark

લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વૈશ્વિક પ્રતિકૂળ પરિસ્થિતિઓ છતાં ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે

Live TV

X
  • લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પર વધુ ચર્ચા શરૂ થઈ છે. ચર્ચામાં ભાગ લેતા, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, 2014 થી સરકાર દ્વારા શરૂ કરાયેલ અસરકારક શાસન અને નીતિ સુધારણાને કારણે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ગયું છે. છેલ્લા નવ વર્ષમાં સરકારની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું હતું કે, આ વર્ષોમાં કૃષિ, સંરક્ષણ નિકાસ, ખેડૂતોને ધિરાણ, અનાજ ઉત્પાદન, નળના પાણીના જોડાણો અને હાઈવેમાં ક્રાંતિકારી વૃદ્ધિ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે બેંકોની બેડ લોનની રકમ એક દાયકામાં સૌથી નીચલા સ્તરે આવી ગઈ છે અને જાહેર ક્ષેત્રની બેંકોનો નફો એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. તેમણે કહ્યું હતું કે, ભારત આજે ઉચ્ચ વૃદ્ધિ અને નીચા ફુગાવાની સ્થિતિમાં છે, જ્યારે યુપીએ શાસન દરમિયાન ફુગાવો ઊંચો હતો અને વૃદ્ધિ નીચી હતી. તેમણે અગાઉની યુપીએ સરકાર પર માત્ર સપના દેખાડવાનો અને ક્રોની કેપિટલિઝમ અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો. મંત્રીએ વધુમાં કહ્યું કે વર્તમાન સરકાર સૌના સશક્તિકરણમાં માને છે, પરંતુ કોઈના તુષ્ટિકરણમાં નથી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે લોકોએ 2014 અને 2019માં યુપીએને હરાવ્યું હતું અને 2024ની લોકસભા ચૂંટણીમાં પણ તેમ કરવાનું ચાલુ રાખશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply