લોકસભામાં વચગાળાના બજેટ પર આજથી ચર્ચાની શરૂઆત થશે
Live TV
-
સસંદના બજેટ સત્રનો આજે પાંચમો દિવસ છે. રાજ્યસભાના કાર્યસૂચિમાં આજે ત્રણ બિલને વિચારણા અને પસાર કરવા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. રાજ્યસભામાં, આદિજાતિ બાબતોના મંત્રાલય સાથે સંબંધિત બે બિલ, બંધારણ અનુસૂચિત જનજાતિ ઓર્ડર સુધારા બિલ-2024 અને બંધારણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઓર્ડર સુધારા બિલ-2024, પસાર કરવા માટે ગૃહમાં મૂકવામાં આવશે. વોટર પોલ્યુશન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એમેન્ડમેન્ટ બિલ-2024 પણ ઉપલા ગૃહમાં વિચારણા અને પસાર કરવા માટેના કાર્યસૂચિમાં સૂચિબદ્ધ છે.
રાજ્યસભામાં રાષ્ટ્રપતિ અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર આજે પણ ચર્ચા ચાલુ રહેશે. ચાર બિલો આજે લોકસભાના કાર્યસૂચિમાં વિચારણા અને પસાર કરવા માટે સૂચિબદ્ધ છે.
જમ્મુ અને કાશ્મીરને લગતા 3 બિલ, જમ્મુ કાશ્મીર સ્થાનિક સંસ્થાઓ કાયદા સુધારા બિલ, બંધારણ જમ્મુ કાશ્મીર અનુસૂચિત જાતિ ઓર્ડર સુધારા બિલ અને બંધારણ જમ્મુ કાશ્મીર અનુસૂચિત જનજાતિ ઓર્ડર સુધારા બિલ જે વિવિધ મંત્રાલયો સાથે સંબંધિત છે તે આજે લોકસભાના કાર્યસૂચિમાં પાસ કરવા માટે સામેલ છે. પરીક્ષામાં છેતરપિંડી રોકવા બિલ, લોકપરીક્ષા પ્રિવેન્શન ઓફ શેડ્યુલ્ડ મીન્સ બિલ પણ આજે લોકસભામાં લાવવામાં આવશે.
