Skip to main content
Settings Settings for Dark

વંદે ભારતમાં સ્વાદિષ્ટ સફર: ગુજરાતી થેપલાથી લઈને કાશ્મીરી કેસર ફિરની પીરસાશે

Live TV

X
  • ભારતીય રેલ્વે હવે માત્ર મુસાફરીનું સાધન જ નહીં, પરંતુ ભારતની વિવિધતા અને સંસ્કૃતિનું પ્રતીક બની રહી છે. રેલ્વે મંત્રાલયે પ્રીમિયમ 'વંદે ભારત' ટ્રેનોમાં મુસાફરોને જે-તે રૂટના પ્રખ્યાત અને સ્થાનિક વ્યંજનો પીરસવાનો નિર્ણય લીધો છે. 'વોકલ ફોર લોકલ'ના મંત્રને સાર્થક કરતી આ પહેલથી મુસાફરોને પોતાની સીટ પર જ ભારતના વિવિધ રાજ્યોના અસલી સ્વાદનો અનુભવ થશે.

    ગુજરાતી સ્વાદ અને મહારાષ્ટ્રીયન સાદગી
    મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરોને ગરમાગરમ મેથીના થેપલા પીરસવામાં આવી રહ્યા છે, જ્યારે સાબરમતી–વેરાવળ રૂટ પર મસાલા દૂધીનો સ્વાદ મળી રહ્યો છે. તેવી જ રીતે, મહારાષ્ટ્રના રૂટ પર સવારના નાસ્તામાં પ્રખ્યાત કાંદા પોહા અને મસાલા ઉપમાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

    બિહાર-બંગાળની પરંપરા અને દક્ષિણનો મસાલેદાર સ્વાદ
    બિહારના રૂટ પર પ્રખ્યાત ચંપારણ પનીર અને ચંપારણ ચિકન દ્વારા માટીની સુગંધ પીરસાઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં કોષા પનીર અને આલૂ પોતોલ ભાજા મુસાફરોની પસંદ બની રહ્યા છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો, કેરળના રૂટ પર સંપૂર્ણ કેરળિયન થાળી ઉપલબ્ધ છે, જેમાં પાલડા પાયસમ, કેરળ પરોઠા અને કડલા કરી જેવી વાનગીઓનો સમાવેશ થાય છે.

    કાશ્મીરના પહાડોનો ખાસ સ્વાદ
    શ્રી માતા વૈષ્ણોદેવી કટરા–શ્રીનગર માર્ગ પર દોડતી વંદે ભારતમાં ડૉગરી શૈલીના અંબલ કદૂ અને જમ્મુ ચના મસાલા સાથે કાશ્મીરની ઓળખ સમાન ટમેટા ચમન અને કેસર ફિરની પીરસવામાં આવે છે. આ વાનગીઓ પ્રવાસીઓને પહાડોની સાંસ્કૃતિક વિરાસતનો પરિચય કરાવે છે.

    અનુભવાત્મક યાત્રા અને સ્થાનિક રોજગાર
    રેલ્વેની આ પહેલથી માત્ર મુસાફરોનો અનુભવ જ નહીં સુધરે, પરંતુ સ્થાનિક રસોઈયાઓ, ખેડૂતો અને નાના ઉત્પાદકોને પણ પ્રોત્સાહન મળશે. પ્રાદેશિક વાનગીઓની માંગ વધવાથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે અને ભારતીય રેલ્વે "Diversity in Unity" (વિવિધતામાં એકતા) નું જીવંત ઉદાહરણ પૂરું પાડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply