Skip to main content
Settings Settings for Dark

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય, સી.એ.પી.એફ.ની પરીક્ષા ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં આપી શકાશે

Live TV

X
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આગામી સમયમાં સી.એ.પી.એફ.ની પરીક્ષા ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં આપી શકાશે. કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયના કારણે મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો.

    મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીનો કર્યો આભાર વ્યક્ત
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેન્ટ્રલ આર્મ્ડ પોલિસ ફોર્સ-સી.એ.પી.એફ.ની ભરતી પરીક્ષા ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં પણ લેવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નિર્ણય માટે આભાર વ્યક્ત કર્યો છે.

    મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના આ  યુવા હિતકારી નિર્ણયને પરિણામે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના લાખો ઉમેદવારોને હવે સી.એ.પી.એફ. ભરતી પરીક્ષા પોતાની માતૃ ભાષા માં આપવાની તક મળશે તેનો હર્ષ વ્યક્ત કર્યો છે. તેમણે ઉમેર્યું કે આ નિર્ણયથી યુવા શકિતનો  સી એ પી એફ માં જોડાઈને રાષ્ટ્રસેવા માટેનો ઉત્સાહ વધશે સાથોસાથ પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન પણ મળશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply