વડોદરા ડિવિઝન ના 40 રેલવે કર્મચારીઓને, ડીઆરએમ એવોર્ડ મળ્યો
Live TV
-
વેસ્ટર્ન રેલવે ના વડોદરા ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી જિતેન્દ્ર સિંહ ડિવિઝન ના 40 રેલ્વે કર્મચારીઓ ને સુરક્ષિત ટ્રેન સંચાલન માં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. આ રેલવે કર્મચારીઓ ને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારી ના કારણે અનિચ્છનીય ઘટનાઓ ને રોકવામાં તેમના યોગદાન બદલ પ્રમાણપત્રો અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વડોદરા વિભાગના સિનિયર ડિવિઝનલ સંરક્ષા અધિકારી શ્રી શરદ ગૌતમે જણાવ્યું હતું કે ટ્રેક જાળવણી કરનારા શ્રી સુરેન્દ્ર કુમાર, શ્રી શંકુલ કુમાર, શ્રી કમલેશ કુમાર સિંહ , શ્રી ધ્રુવ કુમાર, શ્રી સંજીત કુમાર મહેતા, શ્રી છતુ ગંઝુ, શ્રી ઓમ. પ્રકાશસિંહ પી. યાદવ, શ્રી કૌશિકભાઈ સોલંકી, શ્રી અજયકુમાર વાજભાઈ, સિનિયર સેક્શન એન્જિનિયર શ્રી લોકેશ કુમાર મીના, જુનિયર એન્જિનિયર શ્રી લોકેશ કુમાર સૈની, મદદનીશ શ્રી આશિષ કુમાર, સ્ટેશન માસ્તર શ્રી ગોપાલ લાલ મીના, શ્રી સુજીત કુમાર, શ્રી યોગેશ ચંદ્ર શર્મા, શ્રી બેચન પ્રસાદ, શ્રી આશિષ કુમાર આઝાદ, સ્ટેશન અધિક્ષક શ્રી અખિલેશ કુમાર ઝા, ટ્રેન મેનેજર શ્રી નિલેશ ડી. નાગરકર, પોઈન્ટ્સમેન પારુલ પરમાર, શ્રી પ્રેમ કુમાર, શ્રી રણજીત મહતો, શ્રી વિકાસ કુમાર ગુપ્તા, શ્રી સચિન કુમાર, શ્રી રામરાજ મીના, મદદનીશ શ્રી રોહિત યાદવ, શ્રી મહેશ, ટેકનિશિયન શ્રી જતીન મહિડા, શ્રી જીજ્ઞેશ જી. રાવલ, લોકો પાયલોટ શ્રી ધવલ સોલંકી, શ્રી ભગવાનસિંહ કે., શ્રી મુકેશ સી. વરીયા, શ્રી શૈલેન્દ્ર કુમાર, શ્રી રાકેશ મીના, શ્રી અરવિંદ કુમાર, શ્રી દીપક કુમાર, સિનિયર સેકશન એન્જિનિયર શ્રી પંકજ કુમાર મહતો, સ્ટાફ નર્સ શ્રી વિજય કુમાર ધનેશા, ડીઇઇ શ્રી જનાર્દન પ્રસાદ અને ટેકનિશિયન શ્રી જશવંત એ મારવાડી ને મેરિટ પ્રમાણપત્રો અને ચંદ્રકોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ આદરણીય કર્મચારીઓએ રેલ્વે સુરક્ષામાં કોઈ ખામી જણાતાં તરત જ યોગ્ય પગલાં લઈને અણધારી ઘટનાઓ અને સંભવિત નુકસાનથી પોતાને બચાવ્યા છે.
ડિવિઝનલ રેલવે મેનેજર જિતેન્દ્ર સિંહે આ સતર્ક સુરક્ષા રેલ પ્રહરીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી સિંહે જણાવ્યું હતું કે યાત્રીઓની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવે કર્મચારીઓ તેમની ફરજ દરમિયાન સતર્કતા અને તકેદારી સાથે કામ કરે છે, ત્યારે તે અમને સુરક્ષિત ટ્રેનમાં વર્કિંગમાં મદદ મળે છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.
