વિદેશમંત્રી એસ. જયશંકર આજથીબહેરીનના પ્રવાસે
Live TV
-
વિદેશમંત્રી ડો. એસ.જયશંકર કતાર બાદ બાહરીનની યાત્રાએ પહોંચ્યા છે. તેઓ આજે મનામા ડાયલોગના 20માં સંસ્કરણમાં ઉપસ્થિત રહેશે. બાહરીનમાં IISS આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો. એસ. જયશંકર ક્ષેત્રીય સુરક્ષા સંમેલનમાં પોતાના વિચારો રજૂ કરશે.
આ કાર્યક્રમમાં બહેરિનની વિદેશમંત્રી પણ ઉપસ્થિત રહેશે. તેમજ ભારત અને બહેરિન વચ્ચે ઉચ્ચ સંયુક્ત આયોગની બેઠક પણ થશે. બેઠકમાં ભારત -બહેરીનના બહુઆયામી સંબંધો પર ચર્ચા થશે.
