વિધાનસભા ચૂંટણી પરિણામ: મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપ આગળ
Live TV
-
બપોર સુધીમાં પરિણામો સ્પષ્ટ થવાની સંભાવના
મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે થઈ રહી છે. મતગણતરી શરૂ થઈ ગઈ છે, અને બંને રાજ્યોના મતગણતરીના ટ્રેન્ડમાં ભાજપ આગળ છે... 288 બેઠક ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભાની મતગણતરી માટે 269 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી થઈ છે...મતગણતરી પ્રક્રિયા પર નજર રાખવા માટે ચૂંટણી અધિકારી સાથે સાથે ચૂંટણીપંચના નિરીક્ષકો પણ હાજર છે..મતગણતરી કેન્દ્રોની સુરક્ષા માટે અર્ધસૈનિક દળના જવાનોને તૈનાત છે... સ્ટ્રોંગરૂમ ખોલવાથી લઈને મતગણતરી પૂરી થાય ત્યાં સુધી વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે.ચૂંટણી અંગેના પરિણામ રિઝ્લ્ટસ ડોટ ઈસીઆઈ ડોટ જીઓવી ડોટ ઈન વેબસાઈટ પર પણ જોવા મળશે. હરિયાણામાં પણ 90 વિધાનસભા બેઠકો માટેની મતગણતરી શરૂ છે.. મતગણતરીમાટે દરેક વિધાનસભા મતગણતરી કેન્દ્રો પર 14 - 14 ટેબલ ગોઠવવામાં આવ્યા છે. મતગણતરીનું કામ 14થી 16 રાઉન્ડમાં કરવામાં આવી રહ્યું છે... આ સાથે સાથે દેશના 18 રાજ્યોની 51 વિધાનસભા બેઠકોની અને બે લોકસભા બેઠકોની પેટાચૂંટણીની પણ મતગણતરી શરૂ છે..
