વિવિધ પરિયોજના અમલી બનતા રોજગારીમાં થશે વધારોઃ PM
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ પ્રસંગે કેવડિયા ખાતે લોહપુરૂષ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ સરદાર પટેલે દેશને રાષ્ટ્રસ્વરૂપ આપવામાં નિભાવેલી ભૂમિકાની યાદ અપાવી હતી. તેમની સ્મૃતિમાં શુક્રવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ યોજનાના થયેલા લોકાર્પણની યાદ અપાવી હતી. સરદાર સરોવરથી સાબરમતી રિવર ફ્રન્ટ સુધી સી પ્લેન સેવાનો આજે આરંભ થશે તેની પણ જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિવિધ પરિયોજના અમલી બનતાં વિસ્તારમાં રોજગારીની તક વધશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસી ગાઇડ તરીકે ભૂમિકા અદા કરી રહેલી આદિવાસી કન્યાઓને પ્રધાનમંત્રીએ બિરદાવી હતી.
કોરોનાનો સામનો કરવા સમગ્ર દેશે એકસંપ થઇને જે પ્રયાસ કર્યા તે સરદાર વલ્લભભાઇને સાચી શ્રદ્ધાંજલિ હોવાનું જણાવતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આપદાઓ વચ્ચે પણ દેશે અસંભવ મનાતા કાર્યો કર્યા છે. આ આપત્તિઓ વચ્ચે કલમ 370 નાબુદ થયા પછી કાશ્મીરે એક વર્ષ પુરૂ કર્યું. 31 ઓક્ટોબર 2019ના રોજ દિશામાં સરકાર કાર્યરત થઇ હતી. તે રીતે સરદાર પટેલનું અધુરૂ સ્વપ્ન પુરૂ કર્યું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સરદાર પટેલે સોમનાથથી ભારતના સાંસ્કૃતિક ગૌરવની પુનઃસ્થાપનાની શરૂઆત કરી હતી. તેનો વિસ્તાર આજે અયોધ્યામાં રામમંદિર સુધી જોવા મળે છે.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ અને ભારત પણ આતંકવાદ જેવી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. તમામ દેશો અને પંથોએ એકસંપ થઇને તેનો કરવો પડશે. શાંતિ અને સદભાવ જ આતંકવાદનો ઉપાય છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રામધારીસિંહ દિનકરજીની કવિતાને યાદ અપાવી હતી.