Skip to main content
Settings Settings for Dark

વિશ્વભારતી યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યુ સંબોધન 

Live TV

X
  • ગુરુદેવ ટાગોરે જે ધરોહર મા ભારતીને સોંપી છે તે ખૂબ જ પ્રેરણા આપનારી છે.

    વિશ્વભારતી યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું. પ્રધાનમંત્રીએ સંબોધનની શરૂઆતમાં ત્યાં હાજર વિદ્યાર્થીઓ, માતા-પિતા, ગુરુઓને શુભકામનાઓ પાઠવી અને ગુરુદેવ ટાગોરને યાદ કરતા કહ્યું કે, તેમણે જે ધરોહર મા ભારતીને સોંપી છે તે ખૂબ જ પ્રેરણા આપનારી છે.

    પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, તમે ફક્ત યુનિવર્સિટીનો ભાગ નથી, પરંતુ એક જીવંત પરંપરાનો એક ભાગ છે. જો ગુરુદેવ વિશ્વ ભારતીને ફક્ત એક યુનિવર્સિટી તરીકે જોવા માંગતા હોત, તો તેઓ તેનું નામ ગ્લોબલ યુનિવર્સિટી અથવા બીજું કોઈ નામ રાખી શક્યા હોત, પરંતુ તેમણે વિશ્વ ભારતી યુનિવર્સિટી નામ આપ્યું. વિશ્વભારતી પાસેથી ગુરુદેવને અપેક્ષા હતી કે, અહીં જે કોઈ શીખવા આવશે તે આખા વિશ્વને ભારત અને ભારતીયતાના દૃષ્ટિકોણથી જોશે. 

    આ કાર્યક્રમમાં 2,535 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી. કાર્યક્રમમાં વિશ્વ ભારતી વિશ્વ વિધ્યાલયના નિર્દેશક અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડોક્ટર રમેશ પોખરીયાલ નિશંક અને કેન્દ્રીય રાજ્ય શિક્ષા મંત્રી સંજય ધોતરે પણ ઉપસ્થિત રહ્યા હતા. 1921માં રવીન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થપાયેલ ભારતની આ સૌથી જૂની કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલયના કુલપતિ પણ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply