Skip to main content
Settings Settings for Dark

વૈશ્વિક સ્તરે ભારત પ્રત્યેક 10 લાખની વસ્તીએ સૌથી ઓછા કેસ ધરાવતો દેશ 

Live TV

X
  • કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મળીને અમલમાં મૂકવામાં આવેલી કેન્દ્રિત વ્યૂહરચના અને સક્રિય તેમજ તબક્કાવાર વિકસતા માપદંડો મુકવામાં આવ્યા.જેના પરિણામે ભારતે વૈશ્વિક સ્તરે પ્રત્યેક 10 લાખની વસ્તીએ સૌથી ઓછા કેસ અને સૌથી ઓછા મૃત્યુ ધરાવતા દેશોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. પ્રત્યેક 10 લાખની વસ્તીએ વૈશ્વિક સરેરાશ આંકડો 5,552 છે જ્યારે ભારતમાં આ આંકડો 5,790 છે. USA, બ્રાઝિલ, ફ્રાન્સ, UK, રશિયા અને દક્ષિણ આફ્રિકામાં ઘણી મોટી સંખ્યામાં કેસ નોંધાઇ રહ્યાં છે.

    ભારતમાં પ્રત્યેક 10 લાખની વસ્તીએ મૃત્યુની સંખ્યા 87 છે જે વૈશ્વિક સરેરાશ 148ની સરખામણીએ નોંધપાત્ર પ્રમાણમાં ઓછી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં કોવિડ-19ના વ્યસ્થાપનમાં ભારતની લક્ષિત વ્યૂહનીતિ અને સક્રિય તેમજ તબક્કાવાર વિકસિત જાહેર આરોગ્ય પ્રતિક્રિયાઓના પરિણામે આ પ્રોત્સાહક પરિણામો મળી રહ્યાં છે.કુલ હાથ ધરવામાં આવેલા પરીક્ષણોની વાત કરીએ તો, ભારત સૌથી ટોચના દેશોમાંથી એક છે. છેલ્લા 24 કલાકમાં, 10,66,786 પરીક્ષણો સાથે દેશમાં આજદિન સુધીમાં હાથ ધરવામાં આવેલા કુલ પરીક્ષણોની સંખ્યા 10.5 કરોડથી વધુ થઇ છે.

    વ્યાપક રીતે ફેલાયેલા અને બહોળા પ્રમાણમાં એકધારા પરીક્ષણો કરવામાં આવી રહ્યાં હોવાથી ચેપગ્રસ્ત દર્દીઓની વહેલી ઓળખ અને સમયસર અસરકારક સારવારમાં મદદ મળી છે જેના કારણે મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યાં છે જ્યારે મૃત્યુદર ઘણો નીચો લાવવામાં મદદ મળી છે. ભારતમાં મૃત્યુદર ઘટીને હાલમાં 1.50% થઇ ગયો છે.ભારતમાં સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડાનું વલણ એકધારું જળવાઇ રહ્યું છે. હાલમાં, દેશમાં નોંધાયેલા કુલ કેસમાંથી માત્ર 7.64 ટકા  કેસ સક્રિય છે જેનો આંકડો 6,10,803 છે. અત્યાર સુધીમાં દેશમાં 72,59,509 દર્દીઓ સાજા થઇ ગયા છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 43,893 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે જ્યારે નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 58,439 નોંધાઇ છે. સાજા થયેલા કુલ દર્દીઓમાંથી 77 ટકા દર્દીઓ 10 રાજ્યો અને  કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply