Skip to main content
Settings Settings for Dark

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે દ્વિવાર્ષિક આર્મી કમાન્ડર કોન્ફરન્સને સંબોધન કરશે

Live TV

X
  • આ પરિષદનું વર્ચ્યુઅલ અને પ્રત્યક્ષ એમ હાઇબ્રીડ ફોર્મેટમાં આયોજન થઇ રહ્યું છે.

    સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે દિલ્હીમાં દ્વિવાર્ષિક આર્મી કમાન્ડર કોન્ફરન્સની ચાલી રહેલી પ્રથમ આવૃત્તિને સંબોધિત કરશે. પ્રથમ વખત આ પરિષદનું વર્ચ્યુઅલ અને પ્રત્યક્ષ એમ હાઇબ્રીડ ફોર્મેટમાં આયોજન થઇ રહ્યું છે. આ પરિષદ 21મી એપ્રિલ સુધી ચાલશે. સંરક્ષણમંત્રી વિશિષ્ટ ટેકનોલોજી, નવીનતા, સર્વેલન્સ માટેના સોલ્યુશન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તાલીમ, રોબોટિક્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, અગ્નિપથ સ્કીમ પર એડવાન્સમેન્ટ અને ઓપરેશનલ લોજિસ્ટિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરતા સાધનોના પ્રદર્શનની પણ સમીક્ષા કરશે. આ સંમેલનને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ અને ચીફ ઓફ ધ એર સ્ટાફપણ સંબોધિત કરશે. આ પ્રથમ વખત છે, જ્યારે કોન્ફરન્સ હાઇબ્રિડ ફોર્મેટમાં યોજવામાં આવી રહી છે, જેમાં સુરક્ષિત સંદેશાવ્યવહાર માટે ઉપલબ્ધ તકનીકની શોધ કરવામાં આવી રહી છે. સંમેલન દરમિયાન ચીનના પૂર્વ રાજદૂત વિજય ગોખલે દ્વારા ભારત ચીન ભાવિ સંબંધો વિશે ચર્ચા વિચારણા થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply