Skip to main content
Settings Settings for Dark

સંસદમાં આજથી ભારતના બંધારણ પર વિશેષ ચર્ચા થશે

Live TV

X
  • સંસદમાં આજથી ભારતના બંધારણ પર વિશેષ ચર્ચા થશે. બંધારણને અપનાવવાના 75 વર્ષ પૂર્ણ થયા પર 2 દિવસ લોકસભામાં ચર્ચા થશે. બપોરે 12 વાગ્યા સુધી પ્રશ્નોત્તરી યોજાશે, ત્યારબાદ બંધારણ પર ચર્ચા શરૂ થશે. સત્તાપક્ષ તરફથી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ચર્ચાની શરૂઆત કરશે, તો કોંગ્રેસ તરફી નેતા રાહુલ ગાંધી ચર્ચામાં જોડાશે.

    સાથે એચ.ડી.કુમાર સ્વામી, શ્રીકાંત શિંદે, સાંગવી ચૌધરી, રાજકુમાર સાંગવાન, જીતનરામ માંજી, અનુપ્રિયા પટેલ અને રાજીવ રંજનસિંગ જેવા નેતા પણ ચર્ચામાં જોડાશે. આ ચર્ચા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગૃહમાં જવાબ આપશે.

    તો રાજ્યસભામાં 16 અને 17 ડીસેમ્બરે બંધારણ પર વિશેષ ચર્ચા થશે. તો સંસદના બંને ગૃહોની વાત કરીઓ તો લોકસભામાં આજે ગોવા વિધાનસભા ક્ષેત્રોમાં અનુસુચિત જનજાતિ પ્રતિનિધીના પુન:સંયોજન બિલ 2024 પર ચર્ચા થશે.

    આ બિલ ગોવા વિધાનસભામાં અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકોની જોગવાઈ કરે છે. આ પહેલા ગઈકાલે લોકસભામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2024 પસાર કરવામાં આવ્યું હતું.. રાજ્યસભાની વાત કરીઓ તો નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2024 અને 25 માટે પૂરક અનુદાનની માંગની વિગતો રજૂ કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply