Skip to main content
Settings Settings for Dark

સંસદ પર આતંકવાદી હુમલાની 23મી વરસી

Live TV

X
  • સંસદ પર થયેલ આતંકવાદી હુમલાની આજે 23મી વરસી છે.. 23 વર્ષ પહેલા 13 ડીસેમ્બર 2001 માં દુનિયાના સૌથી મોટા લોકતંત્રના મંદિર સંસદ ભવન પર આતંકીઓએ હુમલો કર્યો હતો.. ત્યારે દેશના જવાનોએ પોતાની વીરતાથી આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.. આ હુમલામાં આતંકવાદીઓનો સામનો કરતા કેટલાક જવાનો શહીદ થયા હતા.

    સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રાષ્ટ્રપતિએ લખ્યું કે હું તે નાયકોને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે 2001માં આ દિવસે આપણી સંસદની રક્ષા કરતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેમની હિંમત અને નિઃસ્વાર્થ સેવા આપણને પ્રેરણા આપતી રહેશે. દેશ હંમેશા તેમનો અને તેમના પરિવારનો આભારી રહેશે. આ દિવસે, હું આતંકવાદ સામે લડવાના ભારતના અતૂટ સંકલ્પને પુનરોચ્ચાર કરું છું. આપણો દેશ આતંકવાદી શક્તિઓ સામે એકજૂટ છે.

    આ હુમલો ત્યારે થયો જ્યારે 13 ડિસેમ્બર, 2001ના રોજ સવારે લગભગ 11.30 વાગ્યે, સફેદ એમ્બેસેડર કારમાં આવેલા પાંચ આતંકવાદીઓ સંસદ ભવનના ગેટ નંબર 12 થી સંસદ સંકુલમાં પ્રવેશ્યા. સીઆરપીએફના જવાનોએ ગોળીઓનો અવાજ સાંભળતા જ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આતંકવાદી હુમલા સમયે તત્કાલિન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી સહિત અનેક મંત્રીઓ, સાંસદો અને પત્રકારો સંસદમાં હાજર હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply