સરકારે રાજ્યો માટે કોમર્શિયલ LPGના ક્વોટામાં 20 ટકા વધારાને મંજૂરી આપી
Live TV
-
સરકારે રાજ્યો માટે કોમર્શિયલ એલપીજીના વપરાશમાં 20 ટકા વધારાના ક્વોટાને મંજૂરી આપી છે. આ વધારા સાથે હવે કુલ ફાળવણી 50 ટકા થઈ જશે. આમાં પીએનજી (PNG)ના વિસ્તરણ માટેના સુધારાઓના આધારે 10 ટકા ફાળવણીનો પણ સમાવેશ થાય છે.
આ નિર્ણય હેઠળ રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ, ઔદ્યોગિક કેન્ટીન, ડેરી, રાહત દરે ચાલતી કેન્ટીન અને રાજ્ય અથવા સ્થાનિક સંસ્થાઓ તરફથી સંચાલિત અન્ય ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવશે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ નીરજ મિત્તલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને જણાવ્યું છે કે આ નવી ફાળવણી સોમવારથી અમલમાં આવશે. તમામ કોમર્શિયલ અને ઔદ્યોગિક એલપીજી ગ્રાહકોએ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. સરકારે ખાતરી આપી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ કે એલપીજીની કોઈ અછત નથી, તેથી નાગરિકોએ ગભરાઈને ખરીદી કરવી નહીં.
