સરકાર દેશમાં રમતગમતના વિકાસ માટે આદર્શ વાતાવરણનું નિર્માણ ચાલુ રાખશે: પ્રધાનમંત્રીનું ટ્વીટ
Live TV
-
ખેલો ઈન્ડિયા પહેલને 5 વર્ષ પૂરા થયા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર દેશમાં રમતગમતના વિકાસ માટે આદર્શ વાતાવરણનું નિર્માણ કરવાનું ચાલુ રાખશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રમત પ્રતિભાને પ્રોત્સાહિત કરવામાં ખેલો ઈન્ડિયા દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને સ્વીકારી છે. ખેલો ઈન્ડિયા પહેલના પાંચ વર્ષ પૂરા થવા પર યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરના ટ્વીટનો જવાબ આપતાં, શ્રી મોદીએ કહ્યું, આ પહેલ એથ્લેટ્સને ચમકવા માટે એક મહાન પ્લેટફોર્મ આપી રહી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમની સરકાર ભારતમાં રમતગમતના વિકાસ માટે આદર્શ વાતાવરણનું નિર્માણ કરવાનું ચાલુ રાખશે. દેશમાં રમાતી તમામ રમતો માટે મજબૂત માળખું બનાવીને અને ભારતને એક મહાન રમતગમત રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરીને પાયાના સ્તરે ભારતમાં રમતગમત સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે ખેલો ઈન્ડિયા કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી હતી.
