કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગના ચાંગોદર ગોડાઉન પર દરોડા, 20 કરોડથી વધુની દવાઓનો જથ્થો જપ્ત
Live TV
-
કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગે ચાંગોદાર સ્થિત ગોડાઉનમાં દરોડો પાડયો અને ત્યાંથી પેઇન અને ઊંઘ માટે વપરાતી દવાઓ કે જેનો નશા માટે ઉપયોગ કરવામાં આવતો હતો તેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
મોટી સંખ્યામાં આ દવાનો જથ્થો પકડી પાડયો છે. દવા મંગાવનાર વ્યક્તિ હાલમાં ફરાર છે. દવાઓનો જથ્થો મહેસાણાની We Care Healthcare એ મંગાવ્યો હતો. આ દવાઓ મંગાવનાર કંપનીનો માલિક હાલ જેલમાં છે. આ સાથે મહેસાણાનો મહેશ્વર હેલ્થકેર નામનો ડિસ્ટીબ્યુટર પણ ફરાર છે.
આ દવાઓનો જથ્થો મહેસાણાથી અલગ અલગ રાજ્યોમાં સપ્લાઇ થતો હતો. આ અગાઉ વિભાગે પહેલાં દિલ્લી અને ત્યાર બાદ રાજસ્થાનના બાડમેર તેમજ સંચોરમાં પણ દરોડા પાડયા છે. જેના 5 આરોપીઓ હાલ જેલમાં છે. આ દરોડા નવેમ્બર 2022 માં પાડવામાં આવ્યા હતા.
અત્યારે હાલમાં અમદાવાદના ચાંગોદાર સ્થિત ગોડાઉનમાંથી 1 કરોડ રૂપિયાથી વધારેની ટેબ્લેટ કબ્જે લેવામાં આવી જેની અંદાજિત કિંમત 20 કરોડ કરતાં પણ વધુ આંકવામાં આવી રહી છે.
આ દવાઓ ઉતરાખંડ અને હિમાચલ પ્રદેશથી દવાઓ મંગાવવામાં આવી હતી તેવું પણ અધિકારી એસ.પી.સિંઘે જણાવ્યું હતું.
