ભુવનેશ્વરમાં ભારતની G-20 અધ્યક્ષતા અંતર્ગત "કાર્યનું ભવિષ્ય" વિષય પર ખાસ પ્રદર્શનનું આયોજન
Live TV
-
શિક્ષણ કાર્યોની ત્રીજી બેઠક આગામી 27 અને 28 એપ્રિલે ભૂવનેશ્વરમાં યોજાશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પ્રદર્શન કાર્યનું લોકાર્પણ કરશે. બેઠકમાં G20 શિક્ષણ કાર્ય સમિતિની બેઠક અને આગામી કાર્યક્રમ આજથી 26 એપ્રિલ સુધી આયોજિત થશે.આજથી કાર્યના ભવિષ્ય વિષય પર આજથી પ્રદર્શન યોજાવામાં આવશે.જો કે 27 અને 28 એપ્રિલે જનતા માટે પણ ખુલ્લી મુકવામાં આવશે. આ પ્રદર્શન કાર્ય 34,000 વર્ગ ફૂટમાં આયોજન કરવામાં આવ્યુ છે. પ્રદર્શનમાં શાસન અને શિક્ષણના ભવિષ્યની સાથે સમાવેશી વિકાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. કાર્યના ભવિષ્યને જોઈને આગામી સમયમાં કાર્યશાળાનું પણ આયોજન કરવામાં આવશે. સાથે જ ઓડિશાની સંસ્કૃતિ સાથે G20ના પ્રતિનિધિઓ રૂબરૂ થશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ભવિષ્યના કામોને સંબંધિત મુદ્દાઓનું સમાધાન કરવાનો છે.
