સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમનો પ્રારંભ
Live TV
-
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વર્ષ 2024 સુધીમાં પીએમ 10 અને પીએમ 2.5ના પ્રદૂષણની માત્રાને ત્રીસથી વીસ ટકા ઘટાડવાનો છે.
કેન્દ્રીય પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયોએ કહ્યું છે કે સરકારે દેશભરમાં પ્રદૂષણની સમસ્યાથી નિવારવા રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ શરૂ કર્યો છે. આજે લોકસભામાં લેખિત જવાબમાં તેમણે કહ્યું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વર્ષ 2024 સુધીમાં પીએમ 10 અને પીએમ 2.5ના પ્રદૂષણની માત્રાને ત્રીસથી વીસ ટકા ઘટાડવાનો છે.
બાબુલ સુપ્રિયોએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અંતર્ગત પાંચ લાખથી ઓછી વસ્તીવાળા દરેક શહેરને દસ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને પાંચથી દસ લાખની વસ્તીવાળા દરેક શહેરને વીસ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ પ્રોગ્રામ માટે સો કરતાં વધુ શહેરોની ઓળખ કરવામાં આવી છે
