સરદાર પટેલ જ્યંતીના પ્રસંગે રાષ્ટ્રીય એકતા દિવસની દેશભરમાં ઉજવણી
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજધાની દિલ્હીમાં સરદાર પટેલને શ્રધ્ધાંજલી આપી હતી. દિલ્હીમાં આ પ્રસંગે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની જ્યંતીની રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે આજે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજધાની દિલ્હીમાં સરદાર પટેલને શ્રધ્ધાંજલી આપી હતી. દિલ્હીમાં આ પ્રસંગે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો. આ સિવાય દેશના વિવિધ ભાગોમાં આજે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
