સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં ઉંચામાં ઉંચી પ્રતિમાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યુ લોકાર્પણPrimary tabs
Live TV
-
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમાનું લોકાર્પણ થયું છે. ગુજરાતના આંગણે આજે ગૌરવનો દિવસ હતો. આજે દેશના ઘડવૈયા અને રાજ્યના પનોતા પુત્રની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી સવારે ગાંધીનગરના રાજભવનથી કેવડિયા પહોંચ્યા હતા. સૌ પ્રથમ પ્રધાનમંત્રીએ વેલી ઓફ ફ્લાવર્સની અને ટેન્ટ સિટીની મુલાકાત કરી હતી. ત્યારબાદ સભાસ્થળ પર પહોંચી રિમોટ કંટ્રોલથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખુલ્લું મુક્યું હતું. આ અવસર અવિસ્મણીય હતો. રિમોટ કંટ્રોલથી લોકાર્પણવિધિ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી વોલ ઓફ યૂનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. અને ત્યાંથી સરદાર પટેલના સ્ટેચ્યૂ પાસે વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રતિમાને ખુલ્લી મુકી હતી. મા નર્મદાના કાંઠે તૈયાર થયેલી આ પ્રતિમાના લોકાર્પણ અવસરે નર્મદા મંત્ર, ગણેશ મંત્ર અને સ્વસ્તિ વાચન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ નર્મદા નદીનો જળાભિષેક કર્યો હતો. અને સરદાર પટેલની પ્રતિમાને ચરણસ્પર્શ કરી વંદન કર્યા હતા. આ દ્રશ્ય અદભૂત હતું. કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રીએ સરદાર પટેલના જીવન પર બનેલા મ્યુઝિયમની મુલાકાત લઈ એક એક વસ્તુનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રી સરદાર પટેલની પ્રતિમામાં બનાવવામાં આવેલી લીફ્ટમાં તેઓ ઉપર ગયા હતા.જ્યાં સરદાર પટેલના દીલ પાસે ગેલેરી બનાવવામાં આવી છે ત્યાં એક એક વસ્તુનું ચિવટતાથી નિરક્ષણ કર્યું હતું.આ દ્રશ્યો નયનરમ્ય હતા.સરદાર પટેલના દીલ પાસે એક મોટી ગેલેરી બનાવવામાં આવી છે.આ ગેલેરીમાંથી નજર કરતા વિંધ્યચલ પર્વતમાળા અને નર્મદા ડેમનો નજારો અવિશ્વનિય લાગે છે.પ્રકૃતિના ખોળે નિર્માણ થયેલુ સરદાર પટેલનું આ સ્ટેચ્યુ જાણે સરદાર પટેલ આપણી વચ્ચે હોય ભાસ ઉભો કરે છે.પ્રધાનમંત્રીએ આ ગેલેરીની મુલાકાત લીધા બાદ ત્યાંથી પોતાના કાફલા સાથે રવાના થયા હતા.
