દંતેવાડા ખાતે થયેલા નક્સલી હુમલામાં બે સુરક્ષા જવાન અને ડીડી ન્યૂઝના કેમેરામેન અચ્યુતાનંદ સાહુ શહીદ
Live TV
-
છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે દંતેવાડા ખાતે થયેલા નકસલી હુમલામાં બે સુરક્ષા જવાન અને ડીડી ન્યૂઝના કેમેરામેન અચ્યુતાનંદ સાહુ પણ શહીદ થયા
છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે દંતેવાડા ખાતે થયેલા નકસલી હુમલામાં બે સુરક્ષા જવાન અને ડીડી ન્યૂઝના કેમેરામેન અચ્યુતાનંદ સાહુ પણ શહીદ થયા છે. ડીડી ન્યૂઝની ટીમ ઈલેકશન કવરેજ માટે જઈ રહી હતી ત્યારે હુમલો થતાં ડીડીન્યૂઝના કેમેરામેનનું મૃત્યુ થયું હતું. હુમલામાં ઘાયલ થયેલાઓને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. માહિતી અને પ્રસારણમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠૌડે ડીડીન્યૂઝના કેમેરામેન અને સુરક્ષા જવોનાના નકસલી હુમલામાં થયેલા મૃત્યુ પરત્વે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મંત્રાલય મૃતક કેમેરામેનના પરિવારની પડખે છે. ગૃહમંત્રી રાજનાથસિંહે પણ નકસલવાદી હુમલામાં મૃત્યુને ભેટેલા બે સુરક્ષાકર્મી અને ડીડીન્યૂઝના કેમેરામેનના પરિવાર પ્રતિ સંવેદના અને શોકની લાગણી વ્યક્ત કરતાં હુમલાને વખોડી કાઢ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકારે આ હુમલાની ગંભીરતાથી નોંધ લીધી છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલે પણ ટિવટ કરીને હુમલાને વખોડીને મૃતકોના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી.
