સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મજયંતી નિમિત્તે પ્રધાનમંત્રી,રાષ્ટ્રપતિ તેમજ ઉપ રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી પાઠવી શ્રધ્ધાંજલી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની 148મી જયંતી પર તેમને નમન્ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. પીએમ મોદીએ લખ્યું કે, સરદાર પટેલની જયંતી પર આપણે તેમના અદમ્ય સાહસ, દૂરદર્શિતા અને અસાધારણ સમર્પણને યાદ કરીએ છીએ. આ સાથે જ સરદારે આપણા દેશના ભાગ્યને નવી દિશા આપી છે. રાષ્ટ્રીય એકતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા આપણને માર્ગદર્શન આપે છે.
આપણે તેમની સેવાના હંમેશા ઋણી રહીશું. તો સરદાર પટેલની જયંતિ પર નવી દિલ્હીના પટેલ ચોક ખાતે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તો ધ્યાનચંદ સ્ટેડિમ નવી દિલ્હીથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, સરદાર પટેલે દેશને જોડવાનું કામ કર્યું છે.
દર વર્ષે 31મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને એકતાની ઉજવણી કરવા માટે જીવનના તમામ ક્ષેત્રના લોકોને નજીક લાવીને સંવાદિતા અને એકતાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે.
ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને સન્માનિત કરવા માટે, ગુજરાત સરકારે વિવિધ વય જૂથોના હજારો નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ વાળવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામા આવેલ છે.જેમાં અમદાવાદ, સરત, વડોદરા, રાજકોટ , ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે.
